ગીર સોમનાથ જિલ્લાના બે યુવાનો મ્યાનમારમાં માનવ તસ્કરીનો ભોગ બન્યા હતા.પીપળવા ગામનો નીરવ અને બાબરા ગામનો કિશન સહી સલામત ઘરે પહોંચતા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો
રૂપિયા કમાવવા અને વિદેશ જઈ અને પરિવારને મદદરૂપ થવાના જાણ્યા વગરના સપના જોનારા યુવાનો માટે લાલબત્તી સમાન બનાવ બનતા સમગ્ર ગીર પંથકમાં ભારે ચકચાર મચી છે.પીપળવા ગામનો નીરવ અને બાબરાનો કિસન યુવાન માનવતસ્કરીનો ભોગ બનતા સ્થાનિક ઉદ્યોગપતિ રાજકીય આગેવાનો પોલીસ પ્રશાસન અને ભારતીય એમબીસી તેમજ મ્યાનમારની આર્મીએ જણાવેલી આ સ્થળે રેડ કરતા ગીરના બે યુવાનો સાથે અન્ય છ વ્યક્તિ જેમાં બે યૂવતીઓને પણ તંત્રએ છોડાવતા સૌ પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પીપળવા ગામના નીરવ બામરોટીયાનેએ આફ્રિકાના કોઈ પરિચિત દ્વારા અમદાવાદ સ્થિત બે એજન્ટોનો સંપર્ક કર્યો હતો એજન્ટોએ પ્રથમ યુવાનોને પહેલા ટૂરીસ્ટ વીઝા પર દુબઈ મોકલ્યા હતા પરંતુ વિઝા પૂરા થવાના હોય જેથી બંને યુવાનોને મલેશિયામાં સારી જોબ છે તેવું કહી અને તેમને મ્યાનમારના નિર્જન વિસ્તારમાં ગેરકાયદે ફ્રોડ કરતા ધંધામા ધકેલ્યા હતા.સમગ્ર ઘટનાથી પરિચિત ઉદ્યોગપતિ રમેશ રાવલિયાએ મ્યાનમાર આર્મીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ત્યારે મ્યાનમારની આર્મીએ આઠે વ્યક્તિઓને મુક્ત કરી અને ચાઈનીઝ માફિયાઓને ત્યાં ને ત્યાં ભારે ફટકાર લગાવી અને મ્યાનમાર એરપોર્ટ પરથી આઠે વ્યક્તિઓને પ્લેનમાં બેસાડી અને ભારતના કલકત્તા એરપોર્ટ સુધી પહોંચાડ્યા હતા.