ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવાનો સરકારનો દાવો

રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો છે. છેલ્લા બે વર્ષોની સરખામણીએ આ વર્ષે મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો નથી.

New Update

રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં વરસાદ ઓછો પડ્યો છે. છેલ્લા બે વર્ષોની સરખામણીએ આ વર્ષે મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પડ્યો નથી. ઓગસ્ટ માસમાં વરસાદ ખેંચાતા ખેડૂતો પાકને લઈને ચિંતામાં છે, રાજ્યના અનેક ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. એવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં પીવાના પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય તેમ નથી. સરદાર સરોવર ડેમમાં હાલ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઘણા વર્ષો બાદ ગુજરાતમા વરસાદ ઓછો થયો છે મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ પડશે નહીં, કેમ કે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં પીવાના પાણી માટે હાલ પૂરતા પ્રમાણમા જથ્થો ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યુ કે, સરદાર સરોવર યોજના દ્વારા રાજયના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનુ પાણી પૂરૂ પાડવામા આવી રહ્યુ છે અને લાખો ખેડૂતોને સિંચાઈ માટે તથા લાખો પશુઓને પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યુ છે. પરંતુ મધ્યપ્રદેશમાં પણ ઓછો વરસાદ હોવાના પરિણામે નર્મદાના કમાન્ડ વિસ્તારમાં પણ ઓછું પાણી હોવાના લીધે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે. તેમ છતાંય પીવાના પાણી માટે જથ્થો અનામત રાખીને ખેડૂતોને શકય એટલુ પાણી સિંચાઈ માટે કેનાલો મારફત આપવામાં આવી રહ્યુ છે.

Advertisment