દ્વારકામાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી,પાકિસ્તાનને દેશની ગુપ્ત માહિતી પહોંચાડનાર જાસૂસ ઝડપાયો

ભારતીય જાસૂસ સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલતો હતો...

New Update
Gujarat ATS
Advertisment

ગુજરાત ATSએ દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.ATSએ દિનેશ ગોહિલ નામના આ વ્યક્તિની પૂછપરછ શરૂ કરી છે.

Advertisment

જાણવા મળ્યા મુજબ ગુજરાત ATSએ ઓખામાં રહેતા દિનેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે છેલ્લા ઘણા સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. દિનેશ ગોહિલ પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્કમાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિને મોકલતો હતો.

ATS દ્વારા હાલ આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.અત્યાર સુધી કેટલી,કઈ કઈ માહિતી મોકલીકેવી રીતે પાકિસ્તાનના લોકોના સંપર્કમાં આવ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.  

Latest Stories