ગુજરાત ATSને મળી સફળતા... : હથિયારોનું બોગસ લાઇસન્સ મેળવનાર 16 શખ્સ ઝડપાયા...

ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે. જેમણે 50 હજારથી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યા હતા. શખ્સો પાસેથી 15 હથિયાર, 489 કારતૂસ જપ્ત

New Update
  • ગુજરાત ATSને મળી છે મોટી સફળતા

  • હથિયારોના બોગસ લાઇસન્સનો પર્દાફાશ

  • ગુજરાત ATSએ 16 શખ્સોને ઝડપી પાડ્યા

  • શખ્સો પાસેથી 15 હથિયાર, 489 કારતૂસ જપ્ત

  • આરોપીઓએ આંગડિયા કે, બેન્ક મારફતે પૈસા ચૂકવ્યા

Advertisment
ગુજરાતમાં નાગાલેન્ડના બોગસ હથિયાર લાઇસન્સ મેળવવાના મામલે ATSએ વધુ 16 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 15 હથિયાર સાથે 489 કારતૂસ કબજે કરવામાં આવ્યા છે, જ્યારે આ પ્રકરણમાં આરોપીઓનો આંકડો વધી શકે છે તેવું ATS પાસેથી જાણવા મળી રહ્યું છે.
ગુજરાત ATSએ પકડેલા આરોપીઓ હથિયારના શોખીન છે. જેમણે 50 હજારથી 10 લાખ સુધીના રૂપિયા ચૂકવી બોગસ હથિયાર લાઇસન્સ મેળવ્યા હતા. ગુજરાત ATSએ ગત તા. 8 એપ્રિલ-2025ના રોજ બોગસ લાઇસન્સ ધરાવનાર 7 આરોપીની ધરપકડ કરી 6 હથિયાર સાથે 135 કારતૂસ કબજે કર્યા હતા, ત્યારે આ સાતેય આરોપીઓ ધાર્મિક કે, લગ્ન પ્રસંગમાં કમર પર ફટકડી લટાવી કસ્ટમરને આકર્ષતા હતા.
જેમના રિમાન્ડ દરમિયાન વધુ 16 આરોપીઓના નામ સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. 16 આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ હથિયાર અને હથિયાર લાઇસન્સ અગાઉ પકડાયેલા 7 આરોપીઓ થકી મેળવ્યા હતા અને 7 આરોપીઓએ હરિયાણા ખાતે સોહિમઅલી તેમજ આસિફ નામના શખસોએ નાગાલેન્ડ અને મણિપુરના લાઇસન્સ તૈયાર કરાવી આપ્યા હતા, ત્યારે ગુજરાત ATSને શંકા છે કે, નાગાલેન્ડ અને મણિપુર તંત્રના કોઈ કર્મચારી કે અધિકારી પણ આ બોગસ લાઇસન્સ કૌભાંડમાં સંડોવાયેલા હોઈ શકે છે.
Advertisment
જોકે, બોગસ લાઇસન્સ કૌભાંડ મામલે ગુજરાત ATSએ 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં 23 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ 16 આરોપીઓ ધાર્મિક અને લગ્ન પ્રસંગમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, ત્યારે આ 7 આરોપીઓ પાસેથી હથિયાર જોઇને પ્રભાવિત થઈ ગયા હતા, અને પોતાના માટે પણ લાઇસન્સ પરવાનો લેવા માટેની વાત કરી હતી. જેને લઈને આ 16 આરોપીઓએ ગુજરાત બહારના રાજ્યમાંથી 5 લાખથી લઇને 25 લાખની રકમ ચૂકવીને હથિયાર લાઇસન્સ અને હથિયાર મેળવ્યા હતા.
Advertisment
Latest Stories