/connect-gujarat/media/post_banners/371fab904d11e04c1339cff4b9bef60fba9aaeadf091c4a64f7849ae97b50936.jpg)
ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા મળી છે. ડ્રગ્સ કેસમાં પેરોલ જમ્પ કરી ફરાર આરોપી અનવર બેગની ધરપકડ કરી છે. આરોપીએ 2018માં પેરોલ જમ્પ કર્યા બાદ વડોદરામાં એક કિશોરીને બેહોશ કરી બળાત્કાર પણ ગુજાર્યો હતો. ગુજરાત ATSએ જમ્મુ, અજમેર, મહેસાણા અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ટીમ ગોઠવીને અનવર બેગને જમ્મુથી ઝડપી પાડ્યો છે.
વડોદરા રેપ કેસ અને ડ્રગ્સ કેસમાં ફરાર આરોપી અનવર બેગની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ 2018માં પેરોલ જમ્પ કર્યા બાદ કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી અનવર બેગ જમ્મુમાં ડ્રગ્સનો વેપાર કરતો હતો. ઉપરાંત આરોપીને મૃત્યુ દંડની સજા પણ ફરમાવવામાં આવી હતી. જોકે, ત્યારબાદ સવાલ ઉભા થતા તેની સજા 20 વર્ષમાં બદલવામાં આવી હતી. વર્ષ 2018માં આરોપી અનવર બેગ પોલીસને ચકમો આપી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. આરોપી ત્યાંથી ભાગી જમ્મુ જતો રહ્યો હતો અને ત્યાં તે પોતાનું નામ બદલી બિલાલ નામ રાખી રહેતો હતો. જમ્મુમાં પણ તે ડ્રગ્સના વેપાસ સાથે સંકળાયેલો હોવાની માહિતી સામે આવી છે. આ બાબતે ATS તેની તપાસ કરી રહી છે. આરોપી ફરાર થયા બાદ દેશ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયો હતો, કે નહિ અને ત્યાં તેની મદદ કોણ કરી રહ્યું હતું તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.