ગુજરાત ATSએ સુરેન્દ્રનગરમાંથી ફરાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝડપી પાડી...

કચ્છ જિલ્લાના ભચાઉમાં પોલીસ ઉપર કાર ચઢાવી હત્યાના પ્રયાસ મામલે પોલીસે 2 કુખ્યાત બુટલેગર સહિત મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.

New Update

કચ્છ જિલ્લાના ભચાઉમાં પોલીસ ઉપર કાર ચઢાવી હત્યાના પ્રયાસ મામલે પોલીસે 2 કુખ્યાત બુટલેગર સહિત મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.

જોકેસેશન્સ કોર્ટે જામીન રદ કરતાં ફરાર તેમજ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલની ગુજરાત ATSએ સુરેન્દ્રનગરમાંથી ધરપકડ કરી હતી.

કચ્છ જિલ્લાના ભચાઉમાં ગત તા. 30 જૂનના રોજ પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ પર થાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં 2 અલગ અલગ FIR નોંધી હતી. નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાનો કેસ ચર્ચાસ્પદ બનવા પાછળનું વધુ એક કારણ એ પણ છે કેતેમની સામે 2-2 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

એક પોલીસ ફરિયાદમાં પ્રોહિબિશનની કલમો લગાવવામાં આવી છેજ્યારે બીજી પોલીસ ફરિયાદમાં હત્યાનો પ્રયાસનુકસાન પહોંચાડવું અને ગુના માટે દુષ્પ્રેરણા જેવી કલમો લગાવવામાં આવી છે. સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી. પરંતુ ઘર પર તાળું જોઇ પોલીસને ખાલી હાથે પરત ફરી હતી. ત્યારબાદથી પોલીસ સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી હતી. જોપોલીસ ધરપકડ કરે તે પહેલાં જ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે.

જોકેજામીન અરજી પર સુનાવણી થયા તે પહેલાં જ ગુજરાત ATSની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. અત્યાર સુધી લેડી કોન્સ્ટેબલ બુટલેગરની સાસરીમાં છૂપાઈ હતી. ATSના DIGએ જણાવ્યું હતું કેજામીન રિજેક્ટ થવાની જાણ હોવાથી નીતા ચૌધરી તેની સાથે પકડાયેલા બુટલેગરની સાસરી લીમડીમાં છુપાઈ ગઈ હતી. ગુજરાત ATSને આ અંગેની બાતમી મળતા ATSની ટીમે લીમડી ખાતેથી આરોપી નીતા ચૌધરીની ધરપકડ કરી છે.

 

Latest Stories