Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા સુકાની,જગદીશ ઠાકોર બન્યા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ

ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા સુકાની જગદીશ ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત

X

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે ઉટટાર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને કમાન સોંપવામાં આવી છે અને આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી ખેચતાણ ચાલી રહી હતી. જેમા અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી. પરંતુ અંતે જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવી વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણૉ ઉભા કર્યા છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ રાજસ્થાનના આરોગ્યમંત્રી રઘુ શર્માને નવા પ્રભારી બનાવાયા હતા. તેમણે ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં કયા નેતાને પ્રદેશ પ્રમખ અને વિપક્ષના નેતા બનાવવા તેમની સેન્સ લીધી હતી. બાદમાં તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ કેટલાક નેતાઓનાં નામ રજુ કર્યાં હતાં. તેમણે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાતના 25 નેતા સાથે રાહુલ ગાંધી સાથે નવા નેતાઓ અંગે ચર્ચાઓ કરી હતી.

Next Story