ગુજરાતમાં ભર’ઉનાળે ચોમાસા જેવો માહોલ : વીજળીના કડાકા સાથે કરા પડ્યા, ખેડૂતોના લલાટે ચિંતાની લકીર

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે ગત રાત્રિના સમયે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કરા પડતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી

New Update
  • હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી

  • આગામી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી

  • ગત રાત્રે રાજ્યના કેટલાક જિલ્લામાં પડ્યો વરસાદ

  • પવન સાથે વીજળીના કડાકા અને કરા પણ પડ્યા

  • ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતીત્યારે ગત રાત્રિના સમયે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કરા પડતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસારગુજરાતમાં કેટલાક જિલ્લાઓના વાતાવરાણમાં પલટો આવ્યો છે. જેના પગલે અમદાવાદબનાસકાંઠાસાબરકાંઠામહેસાણાગાંધીનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.

અણધારી આફતથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. જ્યારે આગામી તા. 6 મે સુધી રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જ રીતે દેવભૂમિ દ્વારકારાજકોટમોરબીઅમરેલીસુરેન્દ્રનગરકચ્છજામનગરમાં સહિતના છૂટા-છવાયા સ્થળોએ સામાન્ય વાવાઝોડાની આગાહી છે.

વીજળી સાથે કલાકમાં 5 મીમી કરતા ઓછો વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક કરતા ઓછી ઝડપે ઓચિંતો પવન ફૂંકાવાની સંભાવના છે. તો બીજી તરફરાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે કરા પડતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી છે.

Read the Next Article

વલસાડ : મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં મોપેડ પર જઈ રહેલ 3 ભાઈ-બહેન પર પડ્યું, એક બાળકીનું મોત, ઘટના CCTVમાં કેદ...

મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ઘ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોચતા મોત નીપજ્યું

New Update
  • પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું

  • મોપેડ પર જઈ રહેલ 3 ભાઈ-બહેન પર વૃક્ષ ધરાશાયી થયું

  • એક બાળકીનું મોતજ્યારે 2 બાળકોની હોસ્પિટલમાં સારવાર

  • વૃક્ષ ધરાશાયીની ઘટનાનો વિડિયોCCTVમાં પણ કેદ થયો

  • કરુણ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો

વલસાડ શહેરમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં 3 ભાઈ-બહેન પર અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં એક બાળકીનું મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારવલસાડ શહેરના મોગરાવાડી નવરંગ ફળિયામાં રહેતા અજય પટેલના 3 બાળકો જેમાં 18 વર્ષની સાચી15 વર્ષનો જીતકુમાર અને 10 વર્ષની બાળકી ધ્યાના આજે અબ્રામા ખાતે સ્કૂલથી છૂટીને બપોરે આશરે 12:30 વાગ્યાના સુમારે મોપેડ પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ઘ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોચી હતી. ધ્યાનાને લોહીલુહાણ હાલતમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતીજ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ ઘટનામાં ધ્યાનાનો ભાઈ જીત અને બહેન સાચીને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે. જોકેસમગ્ર ઘટનાનો વિડિયોCCTVમાં કેદ થયો છેત્યારે આ કરુણ ઘટનાને લઈને સમગ્ર વલસાડ પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આ ઘટના બાદ સ્થળ પર વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજG.E.B ના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતાઅને ધરાશાયી થયેલા વૃક્ષને કાપીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેવરસાદને કારણે જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.