Connect Gujarat
ગુજરાત

ગુજરાત “સરકાર” કરે ભાવિ પેઢીની “દરકાર” : શાળા આરોગ્ય તપાસણી અંતર્ગત 88 લાખ બાળકોના આરોગ્યની ચકાસણી

ગુજરાત સરકારે છેલ્લા 8 મહિનામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 88 લાખથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે.

X

ગુજરાત સરકારે છેલ્લા 8 મહિનામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત 88 લાખથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે. આ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત જે બાળકોમાં બિમારીઓનું નિદાન થયું છે, તેમને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે.

ભારત સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં છેલ્લા 8 મહિનામાં 88 લાખથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે. જેમાં 3195 જેટલા બાળકોમાં કિડની, હ્રદયરોગ અને કેન્સર જેવી વિવિધ બિમારીઓનું નિદાન થયું છે. આ બાળકોની સારવાર રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે નિશુલ્ક ધોરણે કરાશે. આ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે 6 લાખ 40 હજારથી વધુ બાળકોની તપાસણી કરી છે, જ્યારે ટકાવારીની દ્રષ્ટીએ જોઈએ તો સુરત જિલ્લાએ 165 ટકાથી વધુ કામગીરી કરી બતાવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજ્યમાં 1 હજારથી વધુ ટીમો કાર્યરત છે. શાળા તપાસણી કાર્યક્રમ હેઠળની કાર્યરત ટીમમાં કુલ 4 સભ્યો હોય છે. જેમાં 2 આયુષ તબીબ, એક ફાર્માસિસ્ટ અને એક ફિમેલ હેલ્થવર્કર કાર્ય કરે છે. ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત રાજયના 0થી 18 વર્ષના તમામ બાળકોના આરોગ્ય તપાસણી અને સારવાર અને રેફરલ સેવાઓ જેવી સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

Next Story