Connect Gujarat
ગુજરાત

ગુજરાત : હાર્દિક પટેલે કોંગ્રેસ સાથેના તમામ છેડા ફાડયા, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદે સહિત તમામ રાજીનામું આપી દીધું છે.

X

છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદે સહિત તમામ રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.

ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે॰ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું છે. હાર્દિકની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનથી પણ તેનું કૉંગ્રેસ સાથે અંતર સ્પષ્ટ જણાતું હતું. ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.હાર્દિક આગળના સમયમાં ભાજપમાં કે AAPમાં જોડાશે? તે હવે જોવાનું રહ્યું. જણાવી દઇએ કે, છેલ્લાં ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. હાર્દિક પટેલે ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી હોવાનું જણાવ્યું છે.

Next Story