ગુજરાત હાઇકોર્ટનો આદેશ : હવે, રખડતાં ઢોર મામલે 100 નંબર પર કરી શકાશે ફરિયાદ...

ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ બનતો જઈ રહ્યો છે. તંત્ર 1 કે 2 દિવસ પૂરતી કાર્યવાહી કરી સંતોષ માની રહ્યું છે.

New Update
ગુજરાત હાઇકોર્ટનો આદેશ : હવે, રખડતાં ઢોર મામલે 100 નંબર પર કરી શકાશે ફરિયાદ...

ગુજરાતમાં રખડતા ઢોરનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ બનતો જઈ રહ્યો છે. તંત્ર 1 કે 2 દિવસ પૂરતી કાર્યવાહી કરી સંતોષ માની રહ્યું છે. રખડતાં ઢોર મામલે દરેક સુનાવણી દરમિયાન કોર્ટ સરકારની ઝાટકણી કાઢી રહ્યું છે, અને કડક કાર્યવાહીના આદેશ આપી રહી છે. છતાં પણ રખડતાં ઢોરનો ત્રાસ ખતમ થઈ રહ્યો નથી. અનેક લોકો અડફેટે ચડતા ઘાયલ થઈ રહ્યા છે. તો કેટલાક લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે.

જોકે, હવે રખડતા ઢોર મામલે હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ઢીલી કામગીરીને લઈ સરકારનો ઉધડો લીધો છે. જમીની સ્તર પર કામગીરી ન થતાં હાઇકોર્ટ સરકાર અને તંત્રને કામ ફક્ત કાગળ પૂરતું સીમિત ન રહે તે માટે ટકોર પણ કરી છે. હાઇકોર્ટ સમક્ષ સરકાર જવાબ રજૂ કરતાં કહ્યું છે કે, 100 નંબર પર રખડતા ઢોર મામલે ફરિયાદ કરી શકાશે. રખડતા ઢોર માટે CCTV લગાવવામાં આવશે. તો બીજી તરફ હાઈકોર્ટે પણ યોગ્ય કામગીરી ન થઇ તો કલેક્ટર જવાબદાર ઠેરવાશે તેવો નિર્દેશ પણ કર્યો છે. રાજ્યમાં રખડતા ઢોરથી છેલ્લા એક વર્ષમાં અધધ 4,860 અકસ્માતના બનાવો બન્યા છે. જેમાં કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, તો કેટલાક લોકો મોતને ભેટ્યા હતા.

Latest Stories