ગુજરાત હાઈકોર્ટના હુકમનો પણ અનાદર,માનવજીવન માટે જોખમ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત..!

રખડતા ઢોર નિયંત્રણ મામલે હાઇકોર્ટે લાલઆંખ કરી હતી,ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે રખડતા ઢોર રસ્તા પર હજી પણ ફરી રહ્યા છે,અને ટ્રાફિકને અવરોધે છે અને માનવજીવન માટે જોખમ બની રહ્યા છે

New Update
રખડતા ઢોર માનવજીવન માટે જોખમરૂપ
હાઈકોર્ટે સરકારી તંત્ર સામે કરી હતી લાલઆંખ 
હાઈકોર્ટે અગાઉ આ મુદ્દે આપ્યા હતા કાર્યવાહીના આદેશ
માત્ર કાગળ પર સ્થિતિ સુધારી હોવાની ટકોર હાઈકોર્ટે કરી હતી
રખડતા ઢોરથી નિર્દોષ લોકો બને છે અકસ્માતનો ભોગ 
ગુજરાત રાજ્યભરમાં વર્તમાન સમયમાં રખડતા ઢોરની સમસ્યા ખુબજ  જોખમરૂપ બની ગઈ છે,હાઇકોર્ટ દ્વારા પણ આ મુદ્દે લાલ આંખ કરીને તંત્રને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા,પરંતુ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોવાનું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે.
ગુજરાત રાજ્યભરમાં રખડતા ઢોરોનો મુદ્દો પેચીદો બની ગયો છે,ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોરના પગલે માનવ જોખમને ધ્યાનમાં લઇ આકરો નિર્ણય લીધો હતો.અને હાઈકોર્ટ દ્વારા સરકારી તંત્ર સામે કાગળ પર  સ્થિતિ સુધરી હશે પરંતુ વાસ્તવિક સ્થિતિ હજુ જેમની તેમજ હશે! તેવી કટાક્ષ કરીને રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ અકબંધ હોવાનું નોંધ્યું હતું.
રખડતા ઢોર નિયંત્રણ મામલે હાઇકોર્ટે લાલઆંખ કરી હતી,ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે રખડતા ઢોર રસ્તા પર હજી પણ ફરી રહ્યા છે,અને ટ્રાફિકને અવરોધે છે અને માનવજીવન માટે જોખમ બની રહ્યા છે.વધુમાં કોર્ટે નોંધ્યું હતું કે રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે.જોકે હાઇકોર્ટના કડક વલણ બાદ પણ તંત્ર કોર્ટના હુકમનું પાલન કરતુ નથી તો સામાન્ય માણસની શું વિષાદ! આ ઉપરાંત જાહેર રસ્તાઓ પર આખલા યુદ્ધના કારણે નિર્દોષ નાગરિકો પણ અડફેટે ચડી જતા હોય છે.
અને આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે જ્યારે ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે.હાઈકોર્ટે આ મુદ્દે સખ્ત પગલાં ભરવા માટે સરકારી તંત્રને આદેશ કર્યો હતો,જોકે નધણિયાત તંત્ર રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવી શક્યું નથી,અને નિર્દોષ લોકો પર જીવનું જોખમ લટકતુ રહે છે. 
ઉલ્લેખનીય છે કે જ્યારે ટ્રાફિકને અડચણરૂપ કોઈ દબાણ હોય,લારી ગલ્લા કે છૂટક વસ્તુ વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા વેપારીઓ સામે તંત્ર દ્વારા સરકારી મશીનરીની પુરી તાકાત સાથે દબાણ ઉખાડીને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે,તો રખડતા ઢોર મુદ્દે આ બહાદુર સરકારી તંત્ર શા માટે શક્તિહીન બની જાય છે.તે બાબત પણ લોકોને આશ્ચર્ય પમાડે છે. 
Latest Stories