ગુજરાત પોલીસે મેગા ડિપોર્ટ ઓપરેશન હાથ ધર્યું, 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરાયા

300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા છે.અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધરાયું

New Update

ગુજરાત પોલીસના ઈતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા હતા.અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકાયા હતા. 

Advertisment

ગુજરાત પોલીસે અમદાવાદસુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓને મોટી સંખ્યામાં ઝડપી પાડ્યા હતા. ત્યારે ગુજરાત પોલીસે ઈતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધર્યું છે.

300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા છે.અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધરાયું છે.ગેરકાયદે હોવાની ખરાઈ બાદ એકથી વધુ તબક્કામાં મિશન હાથ ધરાયું છે. અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકાયા છે.

પહેલગામ હુમલાના બે સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનું ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત પોલીસે અમદાવાદસુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓને તેમના દેશમાં રવાના કર્યા છે.

ગેરકાયદે બાંગ્લાદેશીઓને પોતાના વતન પાછા મોકલવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા દેશ બહાર પાર પાડવામાં આવેલું પ્રથમ ઓપરેશન છે. આખું ઓપરેશન ગુપ્ત રીતે રાજ્ય સરકારની સીધી સૂચનાથી એક ઓફિસરની દેખરેખમાં પાર પાડવામાં આવ્યું હતું. જે દિવસે અમદાવાદ અને સુરતમાં બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા તે દિવસથી જ ડિપોર્ટ ઓપરેશન હાથ ધરાયું હતું.

Advertisment
Latest Stories