ગુજરાત પોલીસની અભૂતપૂર્વ ઓફર, આતિથ્ય અને સરભરા સાથે મફત પિકઅપની વ્યવસ્થા

અસામાજિક તત્વો નશામાં છાકટા બનીને નવા વર્ષની ઉજવણી કરે છે.પોલીસ દ્વારા આવા નબીરાઓને મીઠો સંદેશ આપ્યો છે અને એક અનોખી ઓફર મૂકી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે

New Update
sasa
Advertisment

31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ-સુરત સહિત ગુજરાત પોલીસે રાજ્યનો મોટા શહેરોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.નવા વર્ષની ઉજવણી માટે યુવાધન હિલોળે ચઢ્યું છેત્યારે અસામાજિક તત્વો નશામાં છાકટા બનીને નવા વર્ષની ઉજવણી કરે છે.પોલીસ દ્વારા આવા નબીરાઓને મીઠો સંદેશ આપ્યો છે અને એક અનોખી ઓફર મૂકી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે, 'અમારી આ ઓફરનો લાભ ન લેવા વિનંતી.' 

Advertisment

ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ખાસ ઓફર જાહેર કરી છે. જેમાં લખ્યું છે કે, 'ગુજરાત પોલીસની અભૂતપૂર્વ ઓફરઆતિથ્ય અને સરભરા સાથે મફત પિકઅપની વ્યવસ્થા કરાઈ છે. આ ઓફર રેસ ડ્રાઇવરનશાખોર ડ્રાઇવરસમાજ વિરોધી તત્વો માટે છે.આ ઉપરાંત પોલીસે આ ઓફરનો લાભ ન લેવા માટે વિનંતી કરી છે.

Gujarat Police Special Massage

બીજી તરફ 31મી ડિસેમ્બરને લઈને સુરત પોલીસે સોશિયલ મીડિયામાં 'X' પર પોસ્ટ કરી છે. જેમાં ગુજરાતી અને હિન્દી ફિલ્મના ટાઇટલ સાથે ચેતવણી સાથેનો મેસેજ વાયરલ કર્યો છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, 'આજે 31મી ડિસેમ્બર છે વર્ષનો છેલ્લો દિવસ છે. તમને થશે જ કેચાલ જીવી લઈએ અને તમે ગ્રાન્ડ મસ્તી ભલે કરો પરંતુ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો અમે જરૂરથી કહીશું કે ભલે પધાર્યા. તમારી સુરત શહેર પોલીસનોંધનીય છે કેશહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે  4000 જેટલો સ્ટાફ તહેનાત કર્યો છે. 

Surat City Police

Latest Stories