Connect Gujarat
ગુજરાત

ગુજરાતના રાજકારણમાં ગરમાવો,કોંગ્રેસના ખંભાતના MLA ચિરાગ પટેલે આપ્યુ રાજીનામું

ખંભાતના કોંગ્રેસના MLA ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યું હતું.જેના કારણે ગુજરાતનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

X

ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યું હતું.જેના કારણે ગુજરાતનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી રહ્યાં છે. ચૂંટણી સુધીમાં એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાણા અને વિરોધ સિવાઈ કઈ આવડતું નથી. ઘણા સાથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યાં છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. દેશહિતની વાતોમાં કોંગ્રેસ પાછળ રહે છે. હવે મારા મત વિસ્તારનો લોકોની લાગણીને ધ્યાને આપીને તેઓ કહેશે તે પ્રકારે કરીશ.

Next Story