Connect Gujarat
ગુજરાત

ગુજરાત : મતદાન પૂર્ણ થતાં ફરી વખત રૂપાલાએ માફી માંગી

ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈને ફરી ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગી છે.

X

ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ પોતાના નિવેદનને લઈને ફરી ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગી છે.

લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે. તેમણે કહ્યું કે, હું મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થયો છું. મારા એક નિવેદને સમગ્ર ચૂંટણીમાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે. હું જાહેર જીવનના ખૂબ જ પીડાદાયક તબક્કામાંથી પસાર થયો છું. તે મારું નિવેદન હતું, હું સમગ્ર ઘટનાનો કેન્દ્રબિંદુ હતો. ક્ષત્રિય સમાજના વિરોધને કારણે ભાજપ પક્ષ આમાં ઘેરાય ગયો. સામાન્ય રીતે મારું ભાષણ મારા પક્ષ માટે પ્રેરણાદાયી અને પ્રોત્સાહક હોય છે, પરંતુ આ વખતે મારા નિવેદને સમગ્ર ભાજપ દ્વિધા માં મુકાય ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા નિવેદન પર ક્ષત્રિય સમાજમાંથી પ્રતિક્રિયા આવી છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ અફસોસ વ્યક્ત કર્યો હતો, પરંતુ હું પણ માણસ છું અને માણસો જ ભૂલ કરે છે. તે સમયે મેં ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી, પરંતુ હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોઈ રાજકીય મુદ્દો નથી. ક્ષત્રિય સમાજના લોકોને ઠેસ પહોંચી છે મૈ એ સમયે પણ માફી માંગી હતી. આજે ફરી હું ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માંગુ છું. તેમણે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારા કારણે જે સાંભળવું પડ્યું હશે તે પણ મારા માટે ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. મારા કારણે મારા ક્ષત્રિય સમાજના મિત્રો ને પણ સાંભળવું પડ્યું તે બદલ પણ હું દિલગીરી વ્યક્ત કરું છું.

Next Story