Connect Gujarat
ગુજરાત

સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગ-2021માં ગુજરાત "અવ્વલ", મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા...

કેન્દ્ર સરકારના વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સ્ટેટ સ્ટાર્ટઅપ રેંકીગ 2021માં ગુજરાતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યા

X

કેન્દ્ર સરકારના વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સ્ટેટ સ્ટાર્ટઅપ રેંકીગ 2021માં ગુજરાતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, ત્યારે સતત ત્રીજા વર્ષે પણ અવલ્લ આવવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતા.

સમગ્ર દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર રહેલું ગુજરાત સ્ટાર્ટઅપ ઈકોનોમીમાં પણ દેશને દિશા ચિંધી રહ્યું છે, ત્યારે ગુજરાતે સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં સતત ત્રીજી વખત પ્રથમ આવી સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે. કેન્દ્ર સરકારના વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલય વિભાગના મંત્રી પિયૂષ ગોએલે જાહેર કરેલા સ્ટેટ સ્ટાર્ટઅપ રેંકીગ-2021ની કરવામાં આવેલી જાહેરાતમાં ગુજરાતે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુલ્યાંકનમાં બેસ્ટ પરફોર્મિંગની શ્રેણીમાં પ્રથમ આવી સતત ત્રીજા વર્ષે પણ તેનું સ્થાન જાળવી રાખ્યું છે. આ અગાઉ ગુજરાતને વર્ષ 2019 અને 2020માં પણ 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગે પ્રતિભાવ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત કટીબદ્ધ છે. સ્ટાર્ટ અપ્સમાં કોઈપણ દેશના અર્થતંત્રને નવી ઉંચાઈ અને નવો આયામ આપવાની ક્ષમતા છે. આ સાથે જ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સતત ત્રીજા વર્ષે અવલ્લ આવવા બદલ મુખ્યમંત્રીએ ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story