Connect Gujarat
ગુજરાત

ગુજકેટનું પરિણામ જાહેર, A ગ્રૂપમાં 488 સ્ટુડન્ડ્સ અને B ગ્રૂપમાં 781 સ્ટુડન્ટ્સે 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા

રાજ્યમાં આજે ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયું છે. એ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજકેટનું પરિણામ જાહેર, A ગ્રૂપમાં 488 સ્ટુડન્ડ્સ અને B ગ્રૂપમાં 781 સ્ટુડન્ટ્સે 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા
X

રાજ્યમાં આજે ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયું છે. એ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે નોંધાયેલા 130788 પૈકી 126605એ પરીક્ષા આપી હતી. જ્યારે 4183 ગેરહાજર રહ્યા હતા. જેમાં A ગ્રૂપમાં 488 સ્ટુડન્ડ્સ અને B ગ્રૂપમાં 781 સ્ટુડન્ટ્સે 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલે યોજાઈ. રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સૌથી વધારે સુરતથી 18 હજાર વિદ્યાર્થી નોંધાયા હતા. ત્યાર બાદ અમદાવાદના વિદ્યાર્થીઓની સંખ્યા રહી હતી. રાજ્યમાં 626 બિલ્ડિંગના 6598 વર્ગખંડમાં પરીક્ષા લેવાઈ હતી. આ વર્ષે રજિસ્ટર્ડ થયેલામાં કુલ 74687 વિદ્યાર્થી અને 55829 વિદ્યાર્થિની છે.3 એપ્રિલને સોમવારે સવારે 10થી 12 એક શિફ્ટ અને બપોરે 2થી 4 બીજી શિફ્ટ રહી હતી. ત્યારે એક મહિના બાદ આજે આ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ રહ્યું છે.

Next Story