/connect-gujarat/media/post_banners/fbbd9e939261f2370b2275b34f94a8073c10febfae4ad176cff1822a2d74fad1.jpg)
હળવદ GIDCમાં આવેલ મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થતા દટાઈ ગયેલા 12 શ્રમિકોના મોત નિપજ્યા છે. કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દીવાલ નીચે દટાયા..
હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થતા દટાઈ ગયેલા 12 શ્રમિકોના મોત નિપજ્યા છે. હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક કારખાનાની દીવાલ ધસી પડતા અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતા તાબડતોબ જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવાંમાં આવી છે. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાના પગલે જિલ્લા કલેકટર ઘટનાસ્થળ પર પહોંચ્યા છે. હાલમાં તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા કાટમાળ નીચેથી દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.