Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં અહીં ખેડૂતોને મળી રહ્યા છે મગફળીના સારા ભાવ, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ...

પરંતુ આ વખતે અપુરતો વરસાદ અને ઉપરથી પાકમાં રોગ. પાક ઉત્પાદનને લઈને ખેડૂતોને નુકશાન થયુ છે.

X

સાબરકાંઠા જીલ્લામાં મગફળીની સિઝનની શરૂઆતમાં જ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. પરંતુ આ વખતે અપુરતો વરસાદ અને ઉપરથી પાકમાં રોગ. પાક ઉત્પાદનને લઈને ખેડૂતોને નુકશાન થયુ છે. તો ખેડૂતોને ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યો છે. જેથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠા જીલ્લામાં આ વર્ષે અપુરતા વરસાદને લઈને કેટલાક ખેડૂતોના મગફળીના પાકમાં નુકશાન જોવા મળ્યુ છે, તો કેટલાક ખેડૂતોને પાકનો ઉતારો પણ ઓછો આવ્યો છે, ત્યારે છેલ્લા 5 દિવસથી હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની આવકની શરૂઆત થઈ છે. સાબરકાંઠા જીલ્લામાં મગફળીની સિઝનની શરૂઆતમાં જ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. જોકે, આ વખતે પાકમાં રોગ અને ઉત્પાદનમાં ઘટાડાને લઈને ખેડૂતોને આંશિક નુકશાન પણ થયું છે. તો ગુજરાતમાં ખેડૂતોને સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યો છે. આગામી તહેવારો ઉપરાંત નવી સિઝનની શરૂઆતને લઈને આર્થિક સંકળામણ ઉભી ન થાય તે અર્થે ખેડૂતો મગફળી વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોચી રહ્યા છે. ઓપન માર્કેટમાં જેવો પાક તેવા ભાવ હાલ ખેડૂતોને મળી રહ્યા છે. ભેજવાળી મગફળીના ઓછા ભાવ મળે છે, તો સૂકાયેલ સારી મગફળીના ભાવ રૂ. 1700થી વધુ મળી રહ્યા છે.

જોકે, હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ભરેલા 25થી વધુ ટ્રેક્ટરની કતાર જોવા મળી રહી છે. હજુ તો મગફળીના પાકની ખરીદી શરૂ થઈ છે, એટલે આજના ભાવને પણ વટાવી શકે તેમ છે. જેવો પાક તેવા ભાવ મળતા ખેડૂતોને હાલ તો ખુશી છે. કારણ કે, ઉત્પાદન ભલે ઓછું છે. પરંતુ ભાવ સારા મળતા ખેડૂતો હરખાઈ રહ્યા છે. પરંતુ જો ભાવમાં હજુ પણ વધારો થાય તો ખેડૂતોને જે ઉત્પાદનમાં ઘટાડો થયો છે, તેનું વળતર પણ મળી શકે તેમ છે.

Next Story