અંબાજી મંદિરમાં આઠમની પૂજા અંગે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો,દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર કોર્ટે કર્યો નાબૂદ

વર્ષોથી ચાલી આવતી પરંપરા અને કાનૂની વિવાદનો અંત લાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, આસો નવરાત્રીની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર રહેશે નહીં.

New Update
ambaji-temple

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને કાનૂની વિવાદનો અંત લાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કેઆસો નવરાત્રીની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર રહેશે નહીં. આ પૂજાનો લાભ હવે સામાન્ય ભક્તો પણ લઈ શકશે.

rajvi parivar
મહીપેન્દ્રસિંહજી, તેમનાં પત્ની ચંદ્રાકુમારી, પુત્ર રિદ્ધિરાજસિંહજી અને પુત્રવધૂ દિવ્યજ્યોતિકુમારી (ફાઇલ તસવીર)

બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. દાંતા સ્ટેટના રાજવી પરિવારનો દાવો હતો કેપરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા.

હાઇકોર્ટના નિર્ણયને અંબાજી મંદિરના ઇતિહાસમાં ખૂબ મોટો માનવામાં આવે છે. અત્યાર સુધી આઠમની પલ્લી અને વિશેષ પૂજા વખતે રાજવી પરિવારની હાજરી અનિવાર્ય ગણાતી હતીપરંતુ હવે મંદિર વહીવટી તંત્ર પોતાની રીતે તમામ ભક્તો માટે વ્યવસ્થા કરી શકશે.

Latest Stories