Connect Gujarat
ગુજરાત

પતિ પત્ની ઓર વો: સુરેન્દ્રનગરના થાનગઢમાં પત્નિ સાથે મિત્રને સંબંધ હોવાની આશંકામાં મિત્ર એજ કરી મિત્રની કરપીણ હત્યા

X

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સોનગઢ ગામની સીમમાંથી પોરબંદરના કુછડી ગામના યુવાનની લાશ હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી. ત્યારે થાન પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખી પત્નિ સાથે સંબંધ હોવાની આશંકામાં યુવાનની હત્યા કરનાર તેના મિત્રને ઝડપી પડી જેલના સળીયા ગણતો કરી દીધો છે.

ગુજરાતીમાં કહેવત છે કે "જર, જમીન અને જોરૂ આ ત્રણેય કજીયાના છોરૂ" આ કહેવતને સાર્થક કરતો બનાવ થાન પંથકમાં બન્યો છે. જેમાં મળતી વિગતો મુજબ સોનગઢ ગામની સીમમાંથી પથ્થરોના ખોદકામ દરમિયાન અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. લાશ પથ્થરો નીચે દટાયેલી હતી અને લાશનો અમુક ભાગ પશુ પક્ષીઓ ખાઇ પણ ચુક્યા હતા તેવી હાલતમાં લાશ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. થાનગઢ પોલીસે મ્રુતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરતા મ્રુતકના હાથ પર અંગ્રેજીમાં A અને k લખેલુ જોવા મળતા તેના આધારે લાશની ઓળખ થઇ હતી. મ્રુતક પોરબંદર જિલ્લાના કુછડી ગામના અર્જુનભાઇ સવદાસભાઇ કુછડીયાની હોવાની વિગતો બહાર આવી હતી.

મ્રુતકના ભાઈએ થાન પોલીસ મથકે હત્યા અંગેની ફરીયાદ નોંધાવી હતી અને તેના ભાઇની હત્યા તેના મિત્ર ભાવેશે જ કરી હોવાનો આક્ષેપ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને ભાવેશ દેસુરભાઇ મેરની આકરી પુછપરછ હાથ ધરતાં ભાવેશે હત્યાનો ગુનો કબુલી લીધો હતો અને પોલીસ સમક્ષ વિગતો આપતા જણાવ્યું હતુ કે ભાવેશની પત્નિ કિરણના અગાઉ અર્જુન સાથે લગ્ન થયાં હતા અને અંદાજે એક વર્ષ બાદ ભાવેશ અને કિરણની આંખ મળી જતાં કિરણ ભાવેશ સાથે રહેવા ચાલી આવી હતી અને બન્ને પોરબંદર થી થાન રહેવા આવી ગયાં હતાં જ્યા ભાવેશ હિટાચી મશીન વડે પથ્થરો ખોદવાનું કામકાજ કરતો હતો આ અંગે મ્રુતક અર્જુનને જાણ થતાં તે પણ થાન આવતા ભાવેશે તેને પણ હિટાચી મશીન લઇ લે તો કામ અપાવવામાં મદદ કરવાનુ જણાવ્યું હતુ આથી મ્રુતક અર્જુન તેની માતા પાસેથી રૂપિયા લઇ આવી હિટાચી મશીન લઇ આવ્યો હતો અને તે દરમિયાન જ કિરણ કયાંક ચાલી જતાં ભાવેશના મનમાં શંકાનો કીડો સળવળતા તે અર્જુનથી દુરી બનાવી રહ્યો હતો તેને શંકા હતી કે અર્જુન તેની ગેરહાજરીમાં ઘેર આવે છે અને અર્જુન અને ભાવેશની પત્નિ કિરણ વચ્ચ ફરી પ્રેમસંબંધ બંધાઇ રહ્યો છે જે શંકાની દાઝ રાખી અદાજે પાંચ સાત દિવસ અગાઉ એક જગ્યાએ પથ્થરોના ખોદકામ બાબતે અર્જુનને સાથે લઇ જઇ ટેકરા પરથી હિટાચી વડે ખાડામાં પાડી દીધો હતો અને ત્યાર બાદ લોખંડની ટામીના ઘા મારી ભાવેશે અર્જુનનું ઢીમ ઢાળી દીધું હતુ અને હિટાચી વડે લાશને પથ્થરો નીચે છુપાવી કાંઈ બન્યું જ ન હોય તેમ હરતોફરતો હતો પરંતુ પાપ છાપરે ચઢીને પોકારે તેમ સમગ્ર વિગતો બહાર આવતા પોલીસે આરોપી ભાવેશને ઝડપી લઇ જેલના સળીયા ગણતો તો કરી દીધો છે પરંતુ હત્યા થઇ તે પહેલાની ફરાર થઇ ગયેલી કિરણનો હજી પણ કોઇ પત્તો નથી ત્યારે એક મિત્રના હાથે મિત્રની હત્યાના બનાવમાં કિરણ સામેલ છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કિરણ પોલીસના હાથે ઝડપાયા બાદ આ ચકચારી હત્યા કેસમાં કદાચ કોઇ નવો વળાંક આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે

Next Story