Connect Gujarat
ગુજરાત

ICPA દ્વારા ગુજરાતમાં ઘડપણ ચિકિત્સા ક્ષેત્રમાં ડેન્ટર મેનેજમેન્ટ પ્રોડક્ટોની ઉપલબ્ધતા વધારાઈ

ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની અને મોઢાના આરોગ્યના ક્ષેત્રમાં આગેવાન ICPA Health Products Ltd (આઈસીપીએ) દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગમાં આસાન ડેન્ચર મેનેજમેન્ટ પ્રોડક્ટોની શ્રેણીમાં હાજરી વધારવામાં આવી છે.

ICPA દ્વારા ગુજરાતમાં ઘડપણ ચિકિત્સા ક્ષેત્રમાં ડેન્ટર મેનેજમેન્ટ પ્રોડક્ટોની ઉપલબ્ધતા વધારાઈ
X

ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની અને મોઢાના આરોગ્યના ક્ષેત્રમાં આગેવાન ICPA Health Products Ltd (આઈસીપીએ) દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગમાં આસાન ડેન્ચર મેનેજમેન્ટ પ્રોડક્ટોની શ્રેણીમાં હાજરી વધારવામાં આવી છે. ડેન્ચર (દાંતનું ચોકઠું)ની અજોડ સમસ્યાઓને ધ્યાનમાં લેતાં કંપનીએ ડેન્ચર અધેસિવ્ઝ અને ડેન્ચર ક્લીન્ઝર્સ ઓફર કર્યાં છે, જે ડેન્ચર્સને સંરક્ષિત રીતે પકડી રાખવામાં મદદ કરે છે અને ચોંટેલું ખાદ્ય, પ્લાકના પડ અને ડેન્ચરની સપાટી પરથી ડાઘ દૂર કરવા ડેન્ટરની સફાઈ કરવામાં મદદ કરે છે. આ પ્રોડક્ટો ગુજરાતમાં સ્થાનિક કેમિસ્ટોમાં મળશે અને એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત ઈ-કોમર્સ પોર્ટલો થકી પણ મળશે.

રાજ્યમાં 65થી વધુ ઉંમરના શહેરી અને અર્ધશહેરી નાગરિકોની નોંધપાત્ર સંખ્યા સાથે આઈસીપીએ વસતિના આ વર્ગ માટે સુવિધાજનક ડેન્ચર જાળવણી નિત્યક્રમ ઓફર કરવા માંગે છે. આ કંપની અંકલેશ્વરમાં અત્યાધુનિક સંશોધન અને ઉત્પાદન એકમ ચલાવે છે. ડેન્ચર અધેસિવ્ઝની આઈસીપીએની શ્રેણીમાં ફિક્સોન ક્રીમ, ફિક્સોન પાઉડર અને ફિક્સોન સુપર ગ્રિપનો સમાવેશ થાય છે, જે ડેન્ચર્સને આખો દિવસ સંરક્ષિત અને આરામદાયક રીતે પકડી રાખવામાં મદદ કરે છે, ખાતી, બોલતી અને અન્ય પ્રવૃત્તિઓ કરતી વખતે મદદરૂપ થાય છે. કંપની ડેન્ટર ક્લીન્ઝર્સની સંપૂર્ણ શ્રેણી પણ ઓફર કરી રહી છે, જેમાં ક્લિન્સોડન્ટ પાઉડર, ક્લિન્સોડન્ટ ટેબ્લેટ અને ક્લિન્સોડન્ટ બ્રશનો સમાવેશ થાય છે, જે ડેન્ટરની સપાટી પર જમા થતા પડ, ડાઘ અને પ્લાકને દૂર કરવામાં મદદ કરે છે. આઈસીપીએએ ભારતીય ડેન્ટર કેર બજારમાં 50 ટકા હિસ્સો હાંસલ કરી દીધો છે. અમે હવે ભારતમાં આ ક્ષેત્રમાં રોજબરોજના કન્ઝયુમેબલ્સમાં અમારી ઓફરની ઉપલબ્ધતા વધારવા માગીએ છીએ. પ્રથમ તબક્કામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે શરૂઆત કરતાં ભારતના પશ્ચિમી પ્રદેશમાં હાજરી વધારવા ત્યારબાદ ધીમે ધીમે પ્રદેશમાં બાકી રાજ્યોમાં નેટવર્કસની રચના કરાશે, એમ આઈસીપીએનાં ડાયરેક્ટર આભા દમાણીએ જણાવ્યું હતું.

ભારત વૈશ્વિક સ્તરે દ્વિતીય સૌથી વધુ એજીઈંગ વસતિ ધરાવે છે અને 2025 સુધી 50થી વધુ ઉંમરના નાગરિકોની દેશની વસતિ 175 મિલિયનથી વધુ હશે. ફાર્મા ક્ષેત્રમાં વરિષ્ઠ નાગરિકોની બજારનું સંભવિત મૂલ્ય લગભગ રૂ. 40,000 કરોડ છે. છેલ્લાં 20 વર્ષમાં આઈસીપીએએ લોકોની દંત જરૂરતોને પહોંચી વળવા પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આ ક્ષેત્રમાં અમે દેશના ડેન્ટિસ્ટોમાં સૌથી અગ્રતાની બ્રાન્ડમાંથી એક છીએ. હવે વધતી માંગણીને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ડેન્ચર્સ ધારણ કરતા વરિષ્ઠ નાગરિકોને કોસ્મેટિક કારણો સાથે જીવનની બહેતર ગુણવત્તા માટે પણ આ પ્રોડક્ટની જરૂર છે. આ પ્રોડક્ટો હેલ્ધી સ્માઈલ આપવા સાથે વહાલાજનો સાથે એકત્ર સમય માણવાની ક્ષમતા પ્રદાન કરે છે. ડેન્ચર્સ ધારણ કરતા નાગરિકો દ્વારા સામનો કરાતી સમસ્યાને પહોંચી વળવા માટે બહુ ઓછી પ્રોડક્ટો મોજૂદ છે. આ પ્રોડક્ટો અલગથી ખરીદી શકાય છે અને રિપ્લે કિટ નામે કિટના ભાગરૂપ પણ ઓફર કરવામાં આવે છે. કિટમાં વ્યક્તિગત પ્રોડક્ટો વ્યવસ્થિત પેક કરેલી હોય છે અને તેનું પોતાનું સ્ટોરેજ હોય છે. ઉપભોક્તાઓને અમારી ઓફરમાં મૂલ્ય જોવા મળશે અને તેમના રોજના નિત્યક્રમનો તેનો હિસ્સો બનાવતાં તેમના જીવનમાં વ્યાપક ફરકનું ભાન પણ થશે, આ સાથે જ આઈસીપીએ હેલ્થ પ્રોડક્ટ્સ લિ. નામાંકિત, વિશ્વસનીય પ્રોડક્ટો, જેમ કે, થર્મોસીલ અને હેક્સિડાઈન સાથે મોઢાના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં અગ્રણી ભારતીય ઉત્પાદક છે. મુંબઈમાં વડામથક સાથે 49 વર્ષ જૂની આ કંપની સાઉથ-ઈસ્ટ એશિયા, મિડલ-ઈસ્ટ, યુકે, ઓસ્ટ્રેલિયા અને ફ્રેન્ચ વેસ્ટ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય હાજરી ધરાવે છે. ડેન્ટલ પ્રોડક્ટો ઉપરાંત આઈસીપીએ હર્બલ અને કોસ્મેટિક પ્રોડક્ટોમાં પણ નિષ્ણાત છે.

Next Story