“બસ” નહીં તો કુછ નહીં... : એમ્બ્યુલન્સમાં બેસી સાબરકાંઠા નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ પ્રેક્ટિકલ માટે જવા મજબૂર..!

સરકારી નર્સિંગ કોલેજમાં સ્કુલ બસ કંડમ હોવાને લઈ તેમજ સરકાર દ્વારા બસની ફાળવણી નહીં કરાતા વિધાર્થીનીઓ એમ્બ્યુલન્સમાં બેસી મુસાફરી કરવા મજબૂર બની છે.

“બસ” નહીં તો કુછ નહીં... : એમ્બ્યુલન્સમાં બેસી સાબરકાંઠા નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ પ્રેક્ટિકલ માટે જવા મજબૂર..!
New Update

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સરકારી નર્સિંગ કોલેજમાં સ્કુલ બસ કંડમ હોવાને લઈ તેમજ સરકાર દ્વારા બસની ફાળવણી નહીં કરાતા વિધાર્થીનીઓ એમ્બ્યુલન્સમાં બેસી મુસાફરી કરવા મજબૂર બની છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત જૂની સિવિલ હોસ્પિટલમાં આવેલ સ્કુલ ઓફ નર્સિંગના GNMની વિધાર્થીનીઓ GMERS હોસ્પિટલમાંથી પ્રેક્ટીકલ પૂર્ણ કરી જૂની સિવિલમાં આવેલ એમ્બ્યુલન્સમાંથી એક-બે નહીં પરતું 30થી વધુ વિધાર્થીનીઓ ઉતરી હતી. વિધાર્થીનીઓને મુસાફરી કરવા માટે બસના બદલે એમ્બ્યુલન્સ અને એમાં પણ ઘેટા-બકરાની માફક ભરેલા જોવા મળ્યા હતા, ત્યારે વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા જોવા મળી હતી. આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સેવાની વાતો કરતું ગુજરાતનું આરોગ્ય વિભાગ અહિયાં વામણું પુરવાર થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં સરકારી નર્સિંગ કોલેજ ચાલે છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં જૂની સિવિલ હોસ્પિટલમાં સર પ્રતાપ સ્કુલ ઓફ નર્સિંગની હોસ્ટેલમાં સ્કુલ ઓફ નર્સિંગમાં GNMના પ્રથમ, બીજું અને ત્રીજું વર્ષનો અભ્યાસ ચાલી રહ્યો છે, જ્યાં 150થી વધુ વિધાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે.

જોકે, અભ્યાસ બાદ રોજ સવારે વિધાર્થીનીઓની એક બેચ પ્રેક્ટીકલ માટે હિંમતનગર જૂની સિવિલ હોસ્પિટલમાં કોલેજથી વિધાર્થીઓ નવી સિવિલમાં પ્રેક્ટીકલ માટે જાય છે. તો છેલ્લા 4 વર્ષથી આવી પરિસ્થિતિમાં વિધાર્થીનીઓને મુસાફરી કરવી પડી રહી છે. સરકારમાં બસની માંગણી કરવામાં આવી છે, પરતું માગણી સંતોષાતી નથી. જેને પરિણામે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે સિવિલની એમ્બ્યુલન્સમાં વિધાર્થીનીઓને પ્રેક્ટીકલ માટે જવું પડે છે. આ પરિસ્થિતિ એક કોલેજમાં નહીં પરતું આખાય ગુજરાતની સરકારી નર્સિંગ કોલેજમાં હોવાની જાણકારી મળી રહી છે. વિકાસશીલ ગુજરાત 2047માં વિકસિત ગુજરાત કેવું હશે તેની વાતો થઇ રહી છે, ત્યારે આ જ ગુજરાતમાં નર્સિંગની વિધાર્થીનીઓને કંડમ બસની સામે સરકારની બેદરકારીના અભાવે મજબુર થઈ દર્દીઓની એમ્બ્યુલન્સમાં બેસવું પડે છે.

#Gujarat #CGNews #India #bus #Students #Sabarkantha #Ambulance #Nursing College #practical
Here are a few more articles:
Read the Next Article