Connect Gujarat
ગુજરાત

શાહીન વાવાઝોડાને લઈ IMDએ આપ્યું એલર્ટ,3 દિવસ ભારે વરસાદની આગાહી

શાહીન વાવાઝોડાને લઈ IMDએ આપ્યું એલર્ટ,3 દિવસ ભારે વરસાદની આગાહી
X

શાહીન વવાઝોડાને લઈને ગુજરાત સહિત સાત રાજ્યોમાં ભારતીય મોસમ વિભાગ એટલે કે IMD દ્વારા અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 12 કલાકમાં જ શાહીન વાવાઝોડું મજબૂત થઈ શકે છે. IMD દ્વારા જાહેર કરવામાં આવેલ અલર્ટ અનુસાર ડીપ ડિપ્રેશન હવે શાહીન વાવાઝોડામાં ફેરવાઇ ગયું છે અને ભારતની સાથે સાથે પાકિસ્તાન અને ઈરાન પાસે આ વાવાઝોડાની અસર જોવા મળવાની છે. વાવાઝોડાનાં કારણે બિહાર, બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી ત્રણ દિવસ સુધી અલર્ટ આપી દેવામાં આવ્યું છે.

IMDએ આપેલ અલર્ટ અનુસાર શાહીન વાવાઝોડુ પહેલી ઓકટોબરની મોડી રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં ભયાનક રૂપ લઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનાં કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.IMD અનુસાર આ વાવાઝોડું આરબ સાગરમાં પ્રવેશ બાદ કલાકોમાં જ પાકિસ્તાન તરફ આગળ વધી જશે. IMDએ જણાવ્યું કે શાહીન વાવાઝોડું તેજ થયા બાદ 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે અને અરબ સાગરમાં ગુજરાતનાં દરિયાકિનારાની સાથે સાથે પાકિસ્તાનનાં દરિયાકિનારા તરફ તેની અસર જોવામ મળશે.

Next Story