અમદાવાદમાં તા. 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન-20 સમિટ, 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે...

અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U20 (અર્બન-20) સમિટ યોજાશે.

New Update
અમદાવાદમાં તા. 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન-20 સમિટ, 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે...

અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U20 (અર્બન-20) સમિટ યોજાશે. 9 અને 10 ફેબ્રુઆરીએ યોજાનાર સમિટની ઓપનિંગ સેરેમનીમાં પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે. તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરી પણ સંબોધન કરશે.

આ સમિટમાં સામેલ થનાર દેશ-વિદેશના મહેમાનો 9 ફેબ્રુઆરીએ સાબરમતી આશ્રમ, અટલ બ્રિજની મુલાકાત લેશે તથા તેમની સમક્ષ સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરાશે. U-20 ડેલિગેટ્સ અડાલજની વાવની મુલાકાત લે એવી પણ સંભાવના છે. સમિટની પૂર્ણાહુતિ બાદ વિદેશી મહેમાનો કાંકરિયા તળાવની મુલાકાત લેશે, તથા અહીં જ તેમના માટે ડિનર પણ યોજાશે. આ બેઠકમાં 20 દેશના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે ભારત સહિત વિશ્વના 19 દેશ અને યુરોપિયન યુનિયન જેના સભ્ય છે, તે G-20નું અધ્યક્ષ પદ ભારત કે પ્રાપ્ત થયું છે, ત્યારે G20 લીડરશીપ સમિટના ભાગરૂપ U-20 સાઇકલની બેઠક આગામી મહિને અમદાવાદમાં યોજાશે. U-20 બેઠકમાં 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે. આ બેઠકમાં પર્યાવરણની જાળવણી પ્રત્યેની જવાબદારી, પાણીનું સુરક્ષા કવચ, ક્લાઇમેટ ફાયનાન્સ, સ્થાનિક ઓળખને અગ્રતા સહિતના મુદ્દે નક્કર નિર્ણયો લેવાશે. U-20 સાઇકલની 5 બેઠક અત્યાર સુધી વિવિધ દેશોમાં યોજાઈ ચૂકી છે. અમદાવાદ દેશનું પ્રથમ શહેર છે, જ્યાં આ બેઠક યોજાશે. 

Latest Stories