અમરેલી જિલ્લામાં સગા કાકાએ ફુલ સમાન ચાર વર્ષીય ભત્રીજી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતા ચકચાર મચી

અમરેલી જિલ્લાના ખાંભાના એક ગામમાં  હવસખોર સગા કાકાએ માસુમ 4 વર્ષની દીકરી સમાન ભત્રીજી પર દાનત બગાડી હતી,અને ચોકલેટની લાલચ  આપીને શારિરીક  અડપલા કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

New Update
  • અમરેલીમાં પ્રકાશમાં આવી શરમજનક ઘટના 

  • નરાધમ સગા કાકાની હેવાનિયત 

  • સગી ભત્રીજી સાથે આચર્યું જધન્ય કૃત્ય  

  • ચાર વર્ષીય ભત્રીજીને ચોકલેટની આપી લાલચ

  • માતા સમાન કાકીએ પણ માવતરને લજવ્યું

  • પોલીસે કરી નરાધમ કાકાની ધરપકડ      

અમરેલી જિલ્લાના ખાંભાના એક ગામમાં  હવસખોર સગા કાકાએ માસુમ 4 વર્ષની દીકરી સમાન ભત્રીજી પર દાનત બગાડી હતી,અને ચોકલેટની લાલચ  આપીને શારિરીક  અડપલા કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
અમરેલી જિલ્લાના ખાંભાના એક ગામમાં સગા કાકા જ નરાધમ બન્યા છે,અને જગદીશ મનુ નાગરે પોતાની ચાર વર્ષીય સગી ભત્રીજી પર જ દાનત બગાડી હતી,અને ચોકલેટની લાલચ આપીને ફૂલ સમાન દીકરી સાથે શારિરીક અડપલા કરીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનામાં નરાધમની પત્ની જ્યોત્સના નાગરે ફોટો વિડીયો મોબાઈલમાં કેદ કરવા માટે મદદગારી કરી હતી.જે ઘટના અંગે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.અને  પોલીસે આરોપી સગા કાકા જગદીશ મનુ નાગરની ધરપકડ કરી લીધી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.
Read the Next Article

સુરત : એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કારખાનું ઝડપાયું,પોલીસે માલિક સહિત પાંચની કરી ધરપકડ

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.

New Update
  • ઉધનામાં ભેળસેળ યુક્ત મસાલાનો મામલો

  • એવરેસ્ટ અને મેગીના બનાવતા હતા મસાલા

  • પોલીસે દરોડા પાડીને કારખાનયુ ઝડપી લીધું

  • માલિક સહિત પાંચ લોકોની ધરપકડ

  • પોલીસે 21.74 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સુરતના ઉધનામાં એક મકાનમાં બ્રાન્ડના નામે ભેળસેળ યુક્ત મસાલા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું,જે કારખાના પર પોલીસે રેડ કરીને બનાવટી મસાલાનો પર્દાફાશ કર્યો હતો.અને કારખાનાના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરીને રૂપિયા 24.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે આ ઘટનામાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક મકાનમાં ભેજાબાજો દ્વારા એવરેસ્ટ અને મેગીના ભેળસેળ યુક્ત મસાલા બનાવવામાં આવી રહ્યો હતો.જે અંગેની જાણ સુરત ઝોન 2 પોલીસને થતા પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા.પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા જ કારખાનામાં કામ કરતા કામદારો અને માલિકમાં ફફડાટ વ્યાપી ગયો હતો.પોલીસે કારખાનામાં મસાલા પેકિંગનું કામ કરતા વિનોદ રાજેન્દ્ર દાસકેલુ મુર્મ,વિનોદ પુના દાસસુરેન્દ્રકુમાર દાસ અને કારખાનાના માલિક સુનિલ સોનીને પોલીસે ઝડપી પાડ્યા હતા.અને પોલીસે 24 લાખ 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ કારખાનાના અન્ય માલિક અનિલ ગોહેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ભેળસેળ યુક્ત મસાલાના કૌભાંડના પર્દાફાશ બાદ આ મસાલાના પેકેટ ક્યાં અને કેટલા લોકોને વેચવામાં આવ્યો છે,તે અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.