ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ..

છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવા માટેનું સુનિયોજિત રેકેટ ચાલી રહ્યું છે.

ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ..
New Update

છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવા માટેનું સુનિયોજિત રેકેટ ચાલી રહ્યું છે. જેમાં ક્યાંકને ક્યાંક તંત્રના જ અમુક ભ્રષ્ટ અધિકારીઓની પણ મીઠી નજર હોવાનું ચર્ચા રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવી પ્રવૃત્તિને ડામવા માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે વેરાવળ નજીક ગઈકાલે ફરી એકવાર શંકાસ્પદ સરકારી અનાજ ભરેલ ટ્રક ને ઝડપી પાડ્યો છે.

આ અંગે જિલ્લા ના અધિક નીવાસી કલેકટર રાજેશ આલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર ને મળેલી ચોક્કસ બાતમી આધારે પુરવઠા વિભાગ ની ટિમ દ્વારા વેરાવળ જૂનાગઢ હાઇવે પર નંબર ના ટ્રકને રોકી તલાશી લેતાં ટ્રકમાંથી 380 કટામાં 19240 કિલોગ્રામ શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવતા આ ચોખાને પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે સાથે જ અનાજ સાથે ટ્રકને સીઝ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ કિસ્સામાં પણ સુત્રાપાડાના કાદુ ઉર્ફે ધીરુ બારડની શંકાસ્પદ ભૂમિકા તંત્રના ધ્યાને આવી હોવાનું પણ જણાવ્યું હતું, હાલ ટ્રક ચાલક દ્વારા આકાશ ટ્રેડિગ કંપનીના બિલ રજૂ કરવામાં આવતા આ પેઢીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દોઢેક માસ પૂર્વે સુત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં રાત્રિના સમયે ખુદ જિલ્લા કલેકટરે દરોડો પાડી મસ મોટો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

#CGNews #exposed #food grains #conspiracy #government #Gujarat #Gir Somnath
Here are a few more articles:
Read the Next Article