જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી જૂતાનો છુટ્ટો ઘા કર્યો,જુઓ વિડિયો

છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો

New Update
Gopal Italia

જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો.  

જૂતા ફેકનારને સારવાર અર્થે ખસેડાયો છત્રપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતાં કાર્યક્રમમાં રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છત્રપાલસિંહ પર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. 

મળતી માહિતી મુજબ ગોપાલ ઇટાલિયાનું ભાષણ ચાલુ હતું ત્યારે પાછળથી એક વ્યક્તિએ તેમને નિશાન બનાવી બુટ ફેંક્યો હતો. સદનસીબે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને કોઈ ઈજા થઈ નથી. પરંતુ આ ઘટના રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બની છે.બીજી તરફ આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને ભાજપના ગુંડાઓ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર હુમલો કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

Latest Stories