/connect-gujarat/media/media_files/pT1Y1tmXg9C860GXIckT.webp)
દાહોદના સીંગવડના તોરણીમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલાદુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસેFSLની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિકપુરાવાઓ મેળવી12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે કુલ1700 પાનાનુંચાર્જશીટ ફાઈલ કર્યું હોવાનું જાણવા મળ્યું છે,અને150 જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતા.આકેસમાં સ્પેશિયલપબ્લિક પ્રોસિક્યુટરઅમિત નાયરની નિમણૂક કરવામાં આવી છે.
આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ચાર્જશીટમાં ડિજીટલ એવિડન્સ,ફોરેન્સિક DNA એનાલિસિસ,ફોરેન્સિક બાયોલોજિકલ એનાલિસિસ,તેમજ ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન ક્રાઇમ સીન પ્રોફાઈલલિંગ એન્ડ ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ દ્વારા ખાસ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે.અને માત્ર 12 દિવાસમાં જ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.