દાહોદમાં શાળાના આચાર્યએ આચરેલા જધન્ય કૃત્યમાં માત્ર 12 દિવસમાં જ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી

દાહોદના સીંગવડના તોરણીમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

a
New Update

દાહોદના સીંગવડના તોરણીમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે FSLની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે કુલ 1700 પાનાનું ચાર્જશીટ ફાઈલ કર્યું હોવાનું જાણવા મળ્યું છે,અને 150 જેટલા સાહેદોને તપાસવામાં આવ્યા હતા.આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયરની નિમણૂક કરવામાં આવી છે. 

આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કેચાર્જશીટમાં ડિજીટલ એવિડન્સ,ફોરેન્સિક DNA એનાલિસિસ,ફોરેન્સિક બાયોલોજિકલ એનાલિસિસ,તેમજ ફોરેન્સિક સાયકોલોજીકલ ડ્રોન ક્રાઇમ સીન પ્રોફાઈલલિંગ એન્ડ ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ દ્વારા ખાસ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું છે.અને માત્ર 12 દિવાસમાં જ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

#Gujarat #CGNews #accused #Dahod #Murder Case #Girl #Principal
Here are a few more articles:
Read the Next Article