ડમી એપ્લિકેશનથી ચેતજો..! : નવસારીમાં શેર બજારની ડમી એપ્લિકેશનમાં રોકાણ કરનારે રૂ. 21.60 લાખ ગુમાવ્યા..!

શેર બજારમાં વધુ નફો મેળવવાની લાલચમાં એક વ્યક્તિએ રૂ. 21.60 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.

ડમી એપ્લિકેશનથી ચેતજો..! : નવસારીમાં શેર બજારની ડમી એપ્લિકેશનમાં રોકાણ કરનારે રૂ. 21.60 લાખ ગુમાવ્યા..!
New Update

શહેરમાં સાયબર ક્રાઈમના કિસ્સામાં જોવા મળતો વધારો

યુવકને આવ્યો પોતાની મહેનતના પૈસા ગુમાવવાનો વારો

ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલસા ભારે પડી

ડમી શેર બજારની એપ્લિકેશનમાં રોકાણ કરવું ભારે પડ્યું

રૂ. 21.60 લાખની છેતરપિંડી મામલે પોલીસ તપાસ શરૂ

ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવાની લાલસા ક્યારેક મહેનતના પૈસા પણ ડુબાડી દે છે. એવો જ એક કિસ્સો નવસારીમાંથી સામે આવ્યો છે, જ્યાં શેર બજારમાં વધુ નફો મેળવવાની લાલચમાં એક વ્યક્તિએ રૂ. 21.60 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.

આજના સોશિયલ મીડિયાના જમાનામાં અવનવી એપ થકી શેરબજારમાં રોકાણ કરવા માટેની અનેક સ્કીમો અને એપ્લિકેશનો બજારમાં ઉપલબ્ધ થઈ છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો એ કોઈને ખબર નથી, ત્યારે ફ્રોડ એપ્લિકેશન થકી લાખો રૂપિયાનો ચૂનો લગાવતી ગેંગ નવસારી જિલ્લામાં સક્રિય થઈ છે. જેમાં વિદેશમાં બેસી ડમી શેરબજારની એપ્લિકેશન બનાવી રોકાણ કરાવી સારો ફાયદો આપવાની લાલચ આપતી ગેંગ સક્રિય થઈ છે. જેમાં અનેક લોકોએ પોતાના મહેનતના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે.

નવસારીમાં પણ આ જ રીતની ઘટના બની છે. જેમાં વ્હોટ્સએપ ગ્રુપ બનાવી રૂ. 21 લાખની ઠગાઈ કરવામાં આવી છે. 13 black rock stock and institutional club નામથી એક એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી, અને વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં રોકાણ કર્યા બાદ સારો મુનાફો કમાઈ આપવાની લાલચ આપવામાં આવી હતી.

જેમાં નવસારીના કેતન પટેલે પહેલા 10 હજાર રૂપિયા રોક્યા હતા, જેને 2 અઠવાડિયામાં રૂ. 12 હજાર મળતા વધુ લાલચ જાગી હતી, અને ટુકડે ટુકડે જુદી જુદી બેંકોમાં કુલ 21 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું. કેતન પટેલને જ્યારે પોતાના પૈસાની જરૂર પડી અને તેને ઉપાડવાના પ્રયત્નો કર્યા, ત્યારે ફાયનાન્સ કંપની દ્વારા હાથ ઉંચા કરી દેવામાં આવ્યા હતા. જોકે, પોતાના સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં આ સંદર્ભમાં તેઓએ નવસારી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ હાલ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ ચલાવી રહી છે.

#Stock Market #Navsari #ડમી એપ્લિકેશન #Navsaripolice #Navsari Samachar #Dummy Application #Stock Market fraud #શેર બજાર
Here are a few more articles:
Read the Next Article