બગસરામાં બની હત્યાની ચોંકાવનારી ઘટના
સગા ભાઈએ કરી બહેનની હત્યા
મામાની દીકરીને ભાણેજ પ્રેમ પ્રકરણમાં ભગાડી ગયો
બે પરિવારો વચ્ચે મામલો ઉગ્ર બન્યો
પોલીસે ઘટમાં શરૂ કરી તપાસ
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં મામા ફોઈના દીકરી-દીકરાના પ્રેમ પ્રકરણમાં એક ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી હતી. ઘટનાને લઈને પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાંથી ચોંકાવનારી ઘટના બની હતી. સગા મામાની દીકરીને ભાણેજ પ્રેમ પ્રકરણમાં ભગાડી જતા બે પરિવારો વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો, મામાની દીકરીને મહિલાનો દીકરો ભગાડી જતાં માતાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ચકચારી હત્યાના બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મૃતક ગીતાબેનના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણે આ હત્યાને અંજામ આપ્યો છે. હત્યાનું કારણ મૃતક ગીતાબેનના દીકરા હાર્દિક અને આરોપી નરેશભાઈની દીકરી ખુશી વચ્ચેના પ્રેમસંબંધને ગણવામાં આવી રહ્યું છે.બંને વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા, જેનાથી નરેશભાઈ મનદુઃખમાં હતો. આ મનદુઃખના કારણે તેણે પોતાની સગી બહેનની છરી વડે હત્યા કરીને ફરાર થઇ ગયો હતો.
ઘટના અંગે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આરોપીની ધરપકડ માટે કવાયત હાથ ધરવામાં આવી છે.