સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સર્જાયો અમૃત વર્ષા યોગ
કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ સર્જાયો અમૃત વર્ષા યોગ
શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ,ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા
અમૃત વર્ષ યોગના દર્શન કરીને ભક્તો થયા ધન્ય
વર્ષમાં માત્ર એક જ વાર બને છે આ ખગોળીય સંયોગ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ધર્મ અને ખગોળશાસ્ત્રનો વિરલ સમન્વય સર્જાયો હતો, જ્યારે કાર્તિકી પૂર્ણિમાના પાવન અવસરે સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે બુધવારે મધ્યરાત્રિએ એક અસાધારણ દિવ્ય દૃશ્ય સર્જાયું હતું.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂનમના દિવસે વાયરલ ખગોળીય સંયોગ સર્જાયો હતો.વર્ષમાં એક જ વખત બનતા આ ખગોળીય સંયોગમાં ચંદ્ર, શ્રી સોમનાથ મંદિરના શિખર પરનો ધ્વજદંડ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ સીધી હરોળમાં જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુઓ આ અલૌકિક ઘટનાને "અમૃત વર્ષા યોગ" તરીકે ઓળખાવી હતી,મોટી સંખ્યામાં ભક્તોએ આ વિરલ દ્રશ્ય નિહાળી ધન્યતા અનુભવી હતી.
આ વિરલ સંયોગના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ ધામમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" અને "જય સોમનાથ"ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. રાત્રે 11 વાગ્યે ભવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ મધ્યરાત્રિએ મહાઆરતી યોજાઈ હતી, જેમાં હજારો ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.