Connect Gujarat
ગુજરાત

ગુજરાત રાજ્યમાં આજે 24 નવા પોઝિટિવ કેસ નોંધાયા, રિક્વરી રેટ 98.72 ટકા થયો

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 24 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગુજરાત રાજ્યમાં આજે 24 નવા પોઝિટિવ કેસ નોંધાયા, રિક્વરી રેટ 98.72 ટકા થયો
X

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના 24 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.દરમિયાન 24 કલાકમાં 74 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.72 ટકા થયો છે.

અમદાવાદ અને સુરત શહેરમાં 5-5 કેસ, ભરૂચ અને વડોદરામાં 3-3 કેસ, બનાસકાંઠા, ગીર સોમનાથ, જુનાગઢ શહેર, ખેડા,મોરબી, રાજકોટ શહેર, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત એક સપ્તાહથી 50થી ઓછા કેસ નોઁધાયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 998 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 443 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 4347 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,92,953 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રસીકરણનો આંક 2,97,34,497 પર પહોંચ્યો છે.

Next Story