Connect Gujarat
ગુજરાત

વલસાડમાં જૂની અદાવતમાં મારામારીનો લાઈવ વિડિયો આવ્યો સામે, લોખંડના સળિયા અને સ્ટીકો વડે એકબીજા પર તૂટી પડ્યા

મારામારીની ઘટનામાં બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા બંને પક્ષના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

વલસાડમાં જૂની અદાવતમાં મારામારીનો લાઈવ વિડિયો આવ્યો સામે, લોખંડના સળિયા અને સ્ટીકો વડે એકબીજા પર તૂટી પડ્યા
X

વલસાડ શહેરની મધ્યમાં આવેલા ધોબી તળાવ વિસ્તારમાં રહેતા ભંડારી પરિવાર અને માલિયા પરિવારના સભ્યો વચ્ચે જૂની અદાવતમાં બંને પક્ષે વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષ વચ્ચે થયેલી મારમારીમાં ઘાયલ થયેલાં કુલ 5 વ્યક્તિઓ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મારમારીની સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. સમગ્ર ઘટના સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે..

વલસાડ શહેરની મધ્યમાં આવેલા ધોબી તળાવ વિસ્તારમાં રહેતા શિનુભાઈ ભંડારી અને દેવજી માલિયા પરિવાર વચ્ચે જૂની અદાવતમાં મારામારી થઈ હતી. માલિયા પરિવારના સભ્યને શીનું ભંડારીની દીકરીએ જાહેરમાં ગાળો આપીને ઝાપટ મારી હોવાના આક્ષેપ ભંડારી પરિવારે લગાવ્યા હતા. અને જૂની અદાવાતને લઈને એક ટોળું થઈને શીનું ભંડારીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં શીનું ભંડારી અને ગણેશ ભંડારી તથા તેના પરિવારના સભ્યોને માર મારવામાં આવ્યો હતો.

વલસાડમાં જૂની અદાવતમાં મારામારીનો લાઈવ વિડિયો આવ્યો સામેલોખડના સળિયા, સ્ટમ્પ, બેઝબોલ સ્ટ્રીક તથા લોખડના સળિયા લઈને અશોક, પ્રહલાદ અને શૈલેષ માલિયા આવી પહોંચ્યા હતા. અને ભંડારી પરિવારના સભ્યોને માર માર્યો હતો. મારામારીની ઘટનામાં બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા બંને પક્ષના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટના અંગે વલસાડ સીટી પોલીસ જવાનોને જાણ થતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે

Next Story