ઓખાથી બેટ દ્વારકાને જોડતો ભારતનો સૌથી લાંબો સિગ્નેચર બ્રિજ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ...

તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેયડ બ્રીજ... જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી ફેબ્રુઆરીએ કરશે.

ઓખાથી બેટ દ્વારકાને જોડતો ભારતનો સૌથી લાંબો સિગ્નેચર બ્રિજ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ...
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી ફેબ્રુઆરીના રોજ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે. રૂ. 900 કરોડથી વધુના ખર્ચે બનેલા આ સિગ્નેચર બ્રિજની શું છે વિશેષતાઓએ જોઈએ આ વિશેષ અહેવાલમાં...

તમે જે બ્રિજના આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેયડ બ્રીજ... જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી ફેબ્રુઆરીએ કરશે. ઓખા અને બેટ-દ્વારકા ટાપુને જોડતો આ સિગ્નેચર બ્રીજ રૂપિયા 900 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયો છે. ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે. અને ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રીજ છે. આ બ્રિજ પ્રવાસનની સાથે સાથે ગુજરાત અને ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિની જાણે કે, સાક્ષી પૂરી રહ્યો છે, ત્યારે આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવનાઓ છે.

જોકે, આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા અવરજવર થાય છે, તેને બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો, તેમાં હવે ઘણો જ ઓછો સમય લાગશે. આ બ્રિજ પરથી વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકાશે. રાહદારીઓ અને યાત્રિકો માટે બ્રિજ પર ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ રાખવામાં આવી છે. જે યાત્રિકો અને પર્યટકોમાં ઘણું આકર્ષણ કેન્દ્ર વધારશે. આ બ્રિજથી બેટ-દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરીબોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે. જેથી બેટ-દ્વારકાના લોકોને સહિત અહી આવતા પર્યટકો આ બ્રિજને લઈને ખુશ છે.

#Gujarat #CGNews #India #PM Modi #bridge #Dwarka #Devbhumi Dwarka #Okha #Bet Dwarka #India's longest signature bridge
Here are a few more articles:
Read the Next Article