વલસાડ : ઉમરગામમાં બી.એલ.ઓ.નો નવતર પ્રયોગ,માઇક પર એનાઉન્સમેન્ટ કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં બી.એલ.ઓ. દ્વારા (SIR) સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવીજનની કામગીરીને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો...

New Update
  • બી.એલ.ઓ દ્વારા નવતર પ્રયોગ

  • મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ

  • માઇક પર કરી રહયા છે એનાઉન્સમેન્ટ

  • SIRની કામગીરીને બનાવી સરળ

  • SIRમાં અડચણો દૂર કરવાનો પ્રયાસ 

વલસાડ જિલ્લાના ઉમરગામમાં બી.એલ.ઓ. દ્વારા SIRની કામગીરીને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે,જેમાં જુદા જુદા વિસ્તારોમાં પોતાના વાહન પર માઈકમાં એનાઉન્સમેન્ટ કરીને મતદારોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં SIRની કામગીરી દરમિયાન બી.એલ.ઓ.ને કેટલીક મુશ્કેલીઓ પડી રહી છે.જેમાં કેટલાક લોકોએ પોતાના રહેણાક બદલતા બી.એલ.ઓ. માટે SIRની કામગીરી કરવી મુશ્કેલરૂપ બની ગયું હતું.ત્યારે આ પળોજણમાંથી બહાર આવવા માટે બી.એલ.ઓ. દ્વારા નવતર પ્રયોગ અપનાવવામાં આવ્યો છે.જેમાં બી.એલ.ઓ. દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પોતાના વાહન પર જઈને માઈકમાં મતદાર જાગૃતિ માટે એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે.જે કામગીરીની લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ બી.એલ.ઓ દ્વારા આપવામાં આવેલા 1200 ફોર્મમાંથી લગભગ 300 જેટલા મતદારોને ફોર્મ પરત આપવામાં આવ્યા નથી. જેને લઈને SIRની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવામાં અડચણ ઉભી થઈ રહી છે.જોકે હવે બી.એલ.ઓ.ના નવતર પ્રયોગથી SIRની કામગીરી ઝડપી પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Latest Stories