/connect-gujarat/media/post_banners/b322f14b569fe762e756a04224f4a4947a837aa261955d5725caf169f2a23c93.webp)
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં સુધી અજવાળું હોય ત્યાં સુધી સીએમ ઓફિસ માં લાઈટ ચાલુ ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની આ અનુકરણીય પહેલી વીજળીની બચત પણ થશે. આ સાથે જ તેમણે એન્ટી રૂમના વીજ ઉપકરણો પણ જાતે જ ચાલુ-બંધ કરવાનો નિર્ણય લીધો છે.સતત બીજી વખત મુખ્યમંત્રી ની કમાન સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે.
ત્યારે હોવાથી મુખ્યમંત્રી કાર્યાલયમાં વીજળીની બચત થાય તે માટે જ્યાં સુધી ઓફિસ અને કાર્યાલયમાં અજવાળું હોય એટલે કે કુદરતી પ્રકાશ આવતો હોય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.CM ભૂપેન્દ્ર પટેલે અન્ય મંત્રીઓ પણ અજવાળું હોય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરવા સૂચન કર્યું છે. વીજળીની બચત થાય તે હેતુથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સૂચન કરવામાં આવ્યું છે.ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં સવારે ઓફિસ શરૂ થતાંની સાથે જ લાઈટ ચાલુ થઇ જતી હોય છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ અનોખી પહેલી સરકારી તિજોરીનું આંશિક ભારણ ઓછું થશે અને એટલી વીજળીની પણ બચત થશે. એન્ટી રૂમમાં પણ AC સહિતના જે વીજ ઉપકરણો છે તે કોઇ બેઠા હોય કે ન હોય સતત ચાલુ રહેતા હોય છે. જેના કારણે વીજળીનો વ્યય થતો હોય છે. ત્યારે મુખ્યમંત્રીએ પોતાના કાર્યાલય થી વીજળી બચાવવાની પહેલ શરુ કરી છે.