જામનગર : શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે 17મી સાર્વજનિક શોભાયાત્રા યોજાય, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા...

છોટીકાશીથી પ્રસિદ્ધ જામનગરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
જામનગર : શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે 17મી સાર્વજનિક શોભાયાત્રા યોજાય, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા...

છોટીકાશીથી પ્રસિદ્ધ જામનગરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

જામનગરના 108 નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થા અને ધાર્મિક સંસ્થાઓને સાથે રાખી શહેરમાં 17મી વખત સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે જન્માષ્ટમીમાં પસાર થતી આ શોભાયાત્રામાં 20થી વધુ ફ્લોટ્સ જોડાયા હતા. મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો પણ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાનું પ્રસ્થાન ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ચત્રભુજ સ્વામી તેમજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા, જાણીતા વક્તા કાજલ હિન્દુસ્તાની અને ઉદ્યોગપતિ જીતુ લાલ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

Latest Stories