Connect Gujarat
ગુજરાત

જામનગર : સેતાવડ વિસ્તારમાં જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થતાં 5 લોકો ફસાયા, જુઓ “LIVE” રેસ્ક્યુ...

'બિપરજોય' વાવાઝોડું જામનગર જિલ્લાથી દૂર રહ્યું. પણ શહેર અને જિલ્લો વાવાઝોડાની અસરથી દૂર ન રહી શક્યો.

X

'બિપરજોય' વાવાઝોડું જામનગર જિલ્લાથી દૂર રહ્યું. પણ શહેર અને જિલ્લો વાવાઝોડાની અસરથી દૂર ન રહી શક્યો. વાવાઝોડાના પગલે જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જે આજે પણ યથાવત રહ્યો છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાના કારણે અનેક સ્થળોએ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થતા વીજળી ગૂલ થઈ ગઈ છે. તો બીજી તરફ, જામનગર શહેરમાં આજે સવારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા શહેરના સેતાવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. જેનો કાટમાળ બાજુમાં આવેલા મકાનના દાદરા પર પડતા અવરજવર બંધ થઈ ગઈ હતી. જેથી જામનગર ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી ઘરમાં ફસાયેલા 2 પુરુષ અને ત્રણ મહિલાઓ મળી પાંચ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા.

Next Story