Connect Gujarat
ગુજરાત

જામનગર: માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

જામનગરમાં 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે RTO કચેરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું

X

જામનગરમાં 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે RTO કચેરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ રક્તદાન કર્યું હતું

દેશભરમાં લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ વધે અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય તે હેતુથી દરવર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત આ વર્ષે 33માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જામનગર RTO કચેરી, જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા અને ટ્રાફિક એજ્યુકેશન સોસાટીના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરમાં 87 નગરજનો અને કર્મચારીઓએ રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરી હતી.કેમ્પમાં એકત્રિત થયેલ બ્લડ શહેરની ગુરૂગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલ તેમજ થેલેસેમિયા અને કેન્સરના દર્દીઓ માટે ઉપયોગમાં આવે તે માટે સોંપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આયુર્વેદના વૈધ અનુપ ઠાકર, શહેર અગ્રણી જીતુભાઈ લાલ, જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ના જે.જે. ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

Next Story