Connect Gujarat
ગુજરાત

જામનગર: ઉદ્યોગપતિ દ્વારા પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસપર 36 દીકરીઓના સમૂહ લગ્નનું કરાયું આયોજન

જામનગરના ઉદ્યોગપતિ દ્વારા પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસપર 36 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર: ઉદ્યોગપતિ દ્વારા પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસપર 36 દીકરીઓના સમૂહ લગ્નનું કરાયું આયોજન
X

જામનગરના ઉદ્યોગપતિ દ્વારા પોતાના પુત્રના પ્રથમ જન્મદિવસપર 36 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં સાંસદસભ્ય સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા

જામનગરના ઉદ્યોગપતિ ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા પરિવારે આજે પુત્રના પ્રથમ જન્મદિવસ પર ૩૬ દીકરીઓના સમૂહલગ્ન યોજ્યા હતા . જામનગરના રઘુવંશી ઉદ્યોગપતિ અને જલારામ મેટલ અલ્લોયસના માલિક મેહુલ જોબનપુત્રાએ સમાજ માટે એક અનેરૃ ઉદાહરણ પૂરૃં પાડી સમાજને નવો રાહ બતાવતું સેવાકીય કાર્ય કર્યું છે. આજે 'નમન'ની પ્રથમ વર્ષગાંઠ હોય જોબનપુત્રા પરિવાર કોઈપણ પ્રકારના જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર હિન્દુ વિધિથી ૩૬ દીકરીઓના ધામધૂમથી સમૂહલગ્ન કરાવી રહ્યા છે, સાથે સાથે તમામ દીકરીઓને ૧૦૦ થી વધારે કરિયાવરની વસ્તુઓ આપી હતી.સમાજના અન્ય પરિવારોની ખુશી અને આશીર્વાદરૃપે આ હિન્દુ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

Next Story