જામનગર : વીરાંજલી કાર્યક્રમમાં પહોંચ્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું

જામનગર ખાતે વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા.

New Update
જામનગર : વીરાંજલી કાર્યક્રમમાં પહોંચ્યા બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિવિધ કાર્યોનું લોકાર્પણ કર્યું

જામનગર ખાતે વીરાંજલી કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા જ્યાં તેમણે સ્વિમિંગ પુલ અને બાસ્કેટબોલ કોર્ટનું લોકાર્પણ કર્યું હતું.

જામનગર ખાતે વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમના આગમન પહેલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. હર્ષ સંઘવી સ્પોર્ટ્સ બંગલો ખાતે પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત બાળકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. હર્ષ સંઘવી દ્વારા સ્પોર્ટ્સ બંગલો ખાતે નવીન સ્વિમિંગ પુલ અને બાસ્કેટબોલ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો બાસ્કેટબોલ કોર્ટના ઉદ્ઘાટન બાદ તેઓએ બાસ્કેટના બોલ દ્વારા ગોલ કરતા આ રમતનો આનંદ પણ માણ્યો હતો. આ લોકાર્પણ પ્રસંગે જામનગરના સાસંદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી આર સી ફળદુ, ધારાસભ્ય ધર્મેદ્રસિંહ જાડેજા, એસપી પ્રેમસુખ ડેલું, જામનગર કલેક્ટર પારધી પણ ઉપસ્થિત રહ્યા હતા. 

Latest Stories