જામનગર: ભાજપના આગેવાનોદ્વારા દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટીનું પર્વ અનોખી રીતે ઉજવાયુ

જામનગરમાં આજે ધૂળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે..

New Update
જામનગર: ભાજપના આગેવાનોદ્વારા દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટીનું પર્વ અનોખી રીતે ઉજવાયુ

જામનગરમાં આજે ધૂળેટી પર્વ નિમિતે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા વૃધ્ધાશ્રમના વૃધ્ધો અને મૂકબધિર બાળકો સાથે રંગ-ગુલાલની છોળો સાથે ધૂળેટી રમવામાં આવી હતી છોટીકાશી જામનગરમાં આજે ધૂળેટી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે..

ત્યારે જામનગરના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પરિવાર દ્વારા શહેરના ખોડિયાર કોલોની સ્થિત એમ.પી.શાહ વૃધ્ધાશ્રમ ખાતે વૃધ્ધો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી ધર્મેન્દ્રસિંહ અને તેમના પરિવાર દ્વારા વૃધ્ધોને કલરનું તિલક કરવામાં આવ્યું હતું અને તે લોકો પણ પરિવારજનો સાથે ધૂળેટી રમતા હોય તેમ હુંફ આપવામાં આવી હતી તો જામનગરના 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા દ્વારા આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃધ્ધાશ્રમના વડીલો અને દિવ્યાંગ શાળામાં અભ્યાસ કરતાં બાળકો સાથે રંગ ગુલાલથી ધૂળેટી રમ્યા હતા.

Latest Stories