Connect Gujarat
ગુજરાત

જામનગર : વિરોધ પ્રદર્શન વેળા કોંગ્રેસની નગરસેવિકાએ ગટગટાવી ઘેનની 9થી વધુ ગોળી, હાલ સારવાર હેઠળ

કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ 9થી વધુ ઘેનની ગોળીઓ ગટગટાવી હતી.

X

જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નંદાણિયાએ 9થી વધુ ઘેનની ગોળીઓ ગટગટાવી હતી. જે બાદ તેમની તબિયત લથડતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યભરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસ દ્વારા સતત બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે આ દરમ્યાન કોંગ્રેસના નગરસેવિકા રચના નંદાણિયાએ 9થી વધુ ઘેનની ગોળીઓ ગટગટાવી લીધી હતી. ત્યારબાદ મહિલા કોર્પોરેટરની તબિયત લથડતા તેમને શહેરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા. આ દરમિયાન કોર્પોરેટર રચના નંદાણિયાએ ઘેનની ગોળીઓ ગટગટાવી હતી, જેને લઈ શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસી મહિલા કોર્પોરેટરે વિરોધ દરમ્યાન જે ઘેનની દવાઓ ગટગટાવી છે, એ પોતાના અંગત કારણસર લીધી હશે તેમ જણાવી આ તેમનો અંગત મામલો હોવાનું જણાવ્યુ હતું.

Next Story