Connect Gujarat
ગુજરાત

જામનગર : ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ અગ્નિવીરો માટે તાલીમ કેમ્પનો પ્રારંભ કરાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના પ્રવાસ કર્યા હતા.

X

જામનગર જિલ્લાના અગ્નિવીરો માટે 6 તાલીમ કેમ્પનો પ્રારંભ કરાવી ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના પ્રવાસ કર્યા હતા. જેમાં બહેનો સાથે સંપર્ક મુલાકાત કરી બહેનોને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કન્યા કેળવણી, શિક્ષણ અંગે જાગૃતિ, બહેનોમાં અંધશ્રધ્ધા જેવી અનેક બાબતો પર માર્ગદર્શન આપવામાં આવે છે, ત્યારે રિવાબા જાડેજા દ્વારા તેમની દીકરીના જન્મદિવસની ઉજવણી જેમ જ પોતાના જન્મદિવસની પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અગ્નિપથ યોજના હેઠળના અગ્નિવીરોને યોગ્ય તાલીમ સ્થળ મળે તે માટે જામનગર જિલ્લામાં અલગ અલગ 6 ગ્રામ્ય વિસ્તારમાં દોડ ટ્રેક, લોંગ જંપ જેવી તાલીમ મેળવી શકે તેવા ગ્રાઉન્ડનો રિવાબાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ તાલીમ કેમ્પમાં સક્ષમ અને અનુભવી એક્સ આર્મી મેન અગ્નિવિરોને તાલીમ આપશે.

Next Story