જામનગર : 9 ફૂટ લાંબી સાયકલ પર સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંદેશ સાથે સાયકલવીરનું ભારત ભ્રમણ...

સમગ્ર ભારતમાં સાયકલ મારફતે પરિભ્રમણ કરતો યુવાન જામનગર ખાતે આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

New Update
જામનગર : 9 ફૂટ લાંબી સાયકલ પર સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંદેશ સાથે સાયકલવીરનું ભારત ભ્રમણ...

સમગ્ર ભારતમાં સાયકલ મારફતે પરિભ્રમણ કરતો યુવાન જામનગર ખાતે આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સાયકલિંગ જરૂરી છે તેવો આ યુવાન દ્વારા લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો.

પરમવીર નામનો યુવાન છેલ્લા 61 દિવસથી સાયકલ લઈને ભારત ભ્રમણ માટે નીકળ્યો છે, ત્યારે આ યુવાન જામનગર ખાતે આવી પહોચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યુવાને જામનગર શહેરના કેટલાક જાહેર સ્થળોની મુલાકાત લીધી હતી, જ્યાં પર્યાવરણ અને આપણાં સ્વાસ્થ્ય માટે સાયકલિંગ કેટલી જરૂરી છે, સાયકલિંગથી શું ફાયદા થાય છે સહિતનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો. પરમવીરે પોતે 9 ફૂટ લાંબી 3 પૈડાંવાળી સાયકલ બનાવી છે, જે સાયકલ લઈને તે નીકળ્યો છે. પરમવીરનું કહેવું છે કે, પોતાના પાસે રહેલી 9 ફૂટ લાંબી સાયકલ સમગ્ર દુનિયામાં એક જ છે. તો બીજી તરફ, આ યુવાન સ્વાસ્થ્ય માટે સાયકલ સવારી ખૂબ સારી હોવાના સંદેશ સાથે ભારત ભ્રમણ માટે નીકળ્યો છે, ત્યારે દરેક શહેર તથા ગામમાં સાયકલવીરને સારો આવકાર મળી રહ્યો છે.

Latest Stories