New Update
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાય હતી જેમાં ૧૮ કરોડ૪૯ લાખ રૂપિયાના વિકાસકામોને મંજુરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સમિતિના અધ્યક્ષ મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને કમિટી હોલમાં યોજાઈ હતી જેમાં નવ નિયુક્ત કમિશ્નર ડી.એન.મોદીનું સમિતિના સદસ્યો, મેયર બીના કોઠારી, ધારાસભ્ય દિવ્યેશઅકબરરી,ડેપ્યુટી મેયર તપન પરમારના હસ્તે સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં સીસી રોડ, કોમ્યુનીટી હોલ,ભૂગર્ભ ગટરના કામો,ઢોરના ડબ્બામાં ઘાસચારો સપ્લાઈ કરવાના કામો મળી કુલ રૂપિયા ૧૮ કરોડ ૪૯ લાખના વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી
Latest Stories