Connect Gujarat
ગુજરાત

જામનગર : અવિરત વરસાદના કારણે લાખોટા તળાવમાં આવ્યા નવા નીર, તો ક્યાક અકસ્માતો પણ સર્જાયા...

જામનગર જીલ્લામાં સતત મેઘમહેર થતાં લાખોટા તળાવે નવા નીર આવતા રમણીય દ્રશ્યો,વરસાદના કારણે શહેરમાં અકસ્માતો પણ સર્જાયા

X

સમગ્ર રાજ્યમાં છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જામનગર જીલ્લામાં પણ મેઘરાજાની અવિરત બેટિંગ જોવા મળી છે. ક્યાક નવા નીર સાથે પાણીની આવક વધી છે, તો ક્યાક ભારે વરસાદના કારણે અકસ્માતો પણ સર્જાયા હતા.

છેલ્લા 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે ગત રાતથી જામનગર શહેર થતાં જીલ્લામાં સતત મેઘમહેર થઈ રહી છે. ઉપરવાસમાં વરસાદને લીધે શહેરના હાર્દ ગણાતા લાખોટા તળાવમાં નવા નીર આવતા તળાવનો નજારો રમણીય બનવા પામ્યો છે, ત્યારે ચાલુ વરસાદે જામનગરવાસીઓ આ નજારાને જોવા ઉમટ્યા હતા. સાથે જ નવા નીરના વધામણાં કરી આનંદ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ રણજીતસાગર ડેમ તરફ જતા રંગમતી પુલ ઉપર ગત રાત્રે ભારે વરસાદના પગલે જામનગરથી ઉપલેટા તરફ મગફળી લઈને જતાં ટ્રક ચાલકને રસ્તો ન દેખાતા ડિવાઈડર પર ચઢી જઈ ટ્રક પલટી મારી ગયો હતો, જ્યારે દરેડ ગામ ખાતે આવેલ ખોડિયાર માતાના મંદિર નજીક નદીમાં નવા નીરની આવકના કારણે મંદિર પાણીમાં ગરકાવ થતું જોવા મળ્યું હતું.

Next Story